દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામેથી એલ.સી.બી. પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્તલ) સાથે દબોચી લીધો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ચોકડી ઉપર એલસીબી પોલીસ વોચ ગોઠવી ઊભી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને પોલીસે ઝડપી પાડી તેની અંગજડતીમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટની એક માઉઝર પિસ્તોલ તેમજ જીવતો કાર્ટુસ નંગ.1 એમ કુલ મળી રૂપિયા 10,050/- નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ અગિયારમી ઓક્ટોબરના રોજ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે મીરાખેડી ગામે ચોકડી પર વોચ ગોઠવી ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી બાતમીમાં દર્શાવેલ સલમાનખાન અબ્દુલ્લાખાન પઠાણ (રહે. ઘાંચીવાડ, દાહોદ)ને ઝડપી પાડી તેની અંગજડતી કરતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ કિંમત રૂપિયા 10,000/- તેમજ ૧ નંગ. જીવતો કારતુસ કિંમત રૂપિયા 50/- એમ કુલ મળી રૂપિયા 10500/- મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ઝડપાયેલ ઉપરોક્ત ઈસમને જેલના સળિયા પાછળ ધકેલી દઈ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.