દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનમાં એક મહિલાનું પર્સ ચોરાયું : સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૮૫,૦૦૦ની મત્તા ચોરાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.12

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ બસ સ્ટેન્ડમાંથી એક મહિલાનું સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલી પર્સ જેમાં સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 83000/- નુ પર્સ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ નાસી જતા આ સંબંધે પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. બનાવને પગલે ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ ઝાલોદ નગરમાં શિવશક્તિ ગંગાનગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય સ્મિતાબેન નીરજભાઈ જયસ્વાલ ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા અને બસની રાહ જોઈ ઉભા હતા. સ્મિતાબેન પાસે તેઓના મોટા પર્સમાં મુકી રાખેલ નાના પર્સમાં સોનાના દાગીના જેમાં સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું પેન્ડલ, સોનાની વિટી એમ કુલ રૂપિયા ૮૦ હજારની કિંમતના સોનાના દાગીના હતા અને રોકડા રૂપિયા 3000 પણ હતા. આ પર્સ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી સ્મિતાબેનની નજર ચૂકવી ચોરી કરી લઇ નાસી જતા આ બનાવને પગલે બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે ઉહાપોહનો માહોલ સર્જાયો હતો અને આ સંબંધે સ્મિતાબેન નીરજભાઈ જયસ્વાલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે જેમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!