સરકારની નિતી રિતી સામે ભારે વિરોધ દર્શાવ્યો : વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ, દાહોદ દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે વિરોધ પ્રદર્શન યોજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ, દાહોદ દ્વારા સરકારની નિતી રિતીના વિરોધમાં સાપ્તાહિક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. સોમવારથી આરંભ થયેલ આ વિરોધ પ્રદર્શનમાં આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ પર રેલી કાઢી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યાં હતાં અને પોતાની વિવિધ માંગણી વહેલામાં વહેલી તકે સરકાર પુરી કરે તેવી રજુઆત કરી હતી.
વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ, દાહોદ દ્વારા સાપ્તાહિક વિરોધ પ્રદર્શનમાં સોમવારથી શરૂં થયેલ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સંઘના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. રેલવે મજદુર સંઘ, દાહોદના કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, સરકારની નિતી રિતીના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેમાં પોતાની વિવિધ માંગણીઓ જેવી કે, રેલવે વેચવાનું બંધ કરો, એન.પી.એસ. રદ્દ કરો, ઓ.પી.એસ. ચાલુ કરો, ૪૩૬૦૦ની સિલીંગ હટાવીને તમામને એન.ડી.એ. તરત આપવાનું ચાલુ કરો, રેલ્વે કોલોની વેચવાનું પણ બંધ કરો, એલ.ડી.સી.ઈ. ઓપન ટું ઓલ કરે, શ્રમ વિરોધી નિતીઓને લાગુ કરવાનું બંધ કરે, સરકારે જ્યારથી આ કાર્ય સંભાળ્યું છે ત્યારથી કર્મચારી વિરોધી નિતીઓ શરૂં કરી છે જેવી વિવિધ માંગણીઓ અને વિવિધ વિરોધ સાથે દાહોદ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.

