દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ગ્રામજનો દ્વારા ફરીવાર મુંબઈ કોરીડોર નેશનલ હાઈવેનો વિરોધ દર્શાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.15
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પરિયોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ૧૪ ગામોમાંથી મુંબઈથી જે નેશનલ કોરીડોર હાઈવે પસાર થનાર છે જેનો વિરોધ ઝાલોદ તાલુકાના સમાવિષ્ઠ અનેક ગ્રામજનો દ્વારા અનેકવાર વિરોધ નોંધ આવ્યો હતો અને લાગતા વળગતા તંત્રને અનેકવાર આ મામલે રજૂઆત પણ કરી હતી આ નેશનલ કોરિડોર નવરોજ સંદર્ભે આજરોજ ફરીવાર ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મામલે ભારે વિરોધ નોંધાવી દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, સરકાર દ્વારા મનસ્વી રીતે મુંબઈથી જે નેશનલ કોરીડોર હાઈવે નું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઝાલોદ તાલુકાના ૧૪ ગામોમાંથી પસાર થતો નેશનલ કોરિડોર નો ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો સખત વિરોધ કરે છે કારણકે નેશનલ કોરીડોર હાઈવે પસાર થતા રસ્તેથી ખેડૂતોની માલિકીની જમીનનો તેમજ મકાનો આવેલા હોય છે અને સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ને ખુશ કરવા માટે ગરીબ ખેડૂતો ની જમીનોને પચાવી પાડવાનું કૌભાંડ કરી રહી છે સાથે જ આ સંદર્ભે સંલગ્ન અધિકારીઓ કચેરીઓ તેમજ ગાંધીનગર સુધી ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ મામલે યોગ્ય નિર્ણય ન કરાતા આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડૂતોએ આપી હતી ત્યારે આ મામલે વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે અને સરકાર દ્વારા જો બળજબરીપૂર્વક આ નેશનલ હાઈવે શરૂ કરવાની કામગીરી કરશે તો જે કંઈ પણ ઘર્ષણ અથવા તો અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સંલગ્ન તંત્રની રહેશે તેમ ઝાલોદ તાલુકાના ૧૪ ગામના ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું.