ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના યુવકનું વીજળી પડતા સૌરાષ્ટ્ર ખાતે થયેલ મૃત્યુ
દાહોદ તા.16
સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી વીજળી પડતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના યુવકનું વીજળી પડતા સૌરાષ્ટ્ર ખાતે થયેલ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ સહિત મધ્ય ગુજરાતના અન્ય શહેરોમાં અતિભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જનજીવન ખોરવાયું પણ છે ત્યારે મળતી માહિતી પ્રમાણે, ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ગલાભાઈ પરમાર (ઉંમર વર્ષ આશરે ૪૫) સૌરાષ્ટ્રના રાજકોટ મુકામે ખેત મજૂરી અર્થે ગયેલા હતા. રાજકોટ મુકામે અતિ વરસાદના પગલે વીજળી પડતા જીતેન્દ્રભાઇ પરમારનું મોત નિપજયાના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી અને તેઓના મૃતદેહને માદરે વતન ભોજેલા ગામે લાવીને અંતિમવિધિ કરવામાં આવેલ હતી. જીતેન્દ્રભાઈના આકસ્મિક મૃત્યુ થતાં તેના કુટુંબીજનો માતમ છવાઈ જવા પામ્યો હતો.