ઉત્કર્ષભાઈ શર્મા અને મિત્રો દ્વારા જીવન પ્રજ્ઞા વિદ્યાલય લીમડી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જીનાં 71 માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
રીપોર્ટર ગગન સોની દાહોદ હોદ તા.17
લીમડી જીવન પ્રજ્ઞા વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 71 માં જન્મદિવસી નિમિતે તેમના સાથી મિત્રો નું સન્માન અને નવા યુવાઓ માટે માર્ગદર્શન સમારોહ યોજાયો હતો.
આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 71 માં જન્મદિવસ નિમિત્તે લીમડી નગરમાં આવેલ જીવન પ્રજ્ઞા વિદ્યાલય ખાતે મોદીજી ના જૂના સાથી મિત્રો સાથે નવા યુવાનો જોડે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનું આયોજન ઉત્કર્ષભાઈ શર્મા અને મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
પધારેલ મહાનુભવો શ્રી વિજયસિંહ રાઉલજી શ્રી જયંતીભાઈ પરમાર શ્રી ભગવાનદાસ પંચાલ શ્રી અરવિંદભાઇ પરીખ તથા રજનીકાંતભાઈ છાજેડ તથા અન્ય વડીલો અને લીમડી નગરના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પધારેલ નરેન્દ્ર મોદીજીના સાથી મિત્ર જયંતીભાઈ પરમાર અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા મોદીજીના સાથે વિતાવેલા યાદગાર પ્રસંગો યુવા વર્ગ સાથે સ્મરણ કર્યા હતા. અને કામ કરવાની કરવાની પ્રેરણા આપી હતી.
ઉત્કર્ષ શર્મા શર્મા દ્વારા આયોજન કરેલ કાર્યક્રમમાં પધારેલ મોદીના સાથી મિત્રો , વડીલો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અને કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન કેક કાપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણી કરી અને તેઓ સ્વસ્થ રહે દેશ પ્રત્યે સારા કાર્યો કરે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી.