ટ્રેડ વોરને લઈ કુમાર મંગલમ બીરલાએ કર્યો ધડાકો ભારત પર પણ પડશે અસર ટ્રેડ વોરને લઈ કુમાર મંગલમ બીરલાએ કર્યો ધડાકો ભારત પર પણ પડશે અસર
આદિત્ય બીરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બીરલાનું માનવુ છે કે હાલ ચાલતા ટ્રેડવોરની, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવની નકારાત્મક અસર ભારત પર પણ પડશે. તેમણે દેશમાં એલ્યુમિનિયમ સ્ક્રેપમાં આયાત વધારો થતા ચીંતા વ્યક્ત કરી હતી. બીરલાએ એ પણ જણાવ્યુ હતુ કે આયાત વધતા નુકસાન થશે.
ચાલુ ખાતાની ખાધ વધતા ઓઇલની કિંમતોમાં પણ વધારો થશે, મોંધવારી વધતા આવનારા ભવિષ્યમાં મુશ્કેલીઓ વધશે. હાલ ચાલતા વૈશ્વીક વેપાર યુદ્ધથી ખાસ કરીને આમેરિકા અને ચીન વચ્ચે તકરાર ખુબજ ચીંતાનો વિષય છે. બીરલા ગ્રુપની એક કંપની હિંડાલ્કોની વાર્ષિક સભામાં ટ્રેડ વોર પર ચીંતા વ્યક્ત કરવામાં આવી હતી. હિંડાલ્કો એલ્યુમિનિયમ અને તાંબાનું ઉત્પન્ન કરનાર દેશની સૌથી મોટી કંપની છે. ટ્રેડ વોરની અસર તેમના પર પણ પડશે.