કંબોઈ ગામે ગુરુ ગોવિંદ સમાધિ ખાતે થયેલી ચોરીને અંજામ આપનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
કંબોઈ ગુરુ ગોવિંદ ધામમા ચોરીની ઘટનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે ત્યારે આ શરમજનક કૃત્યને વખોડતા હિન્દુ જાગરણ મંચ અને રાષ્ટ્રીય આદિવાસી મંચના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ મામલદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યુ અને હિન્દુ સમાજ મંદિરોને ટાર્ગેટ કરનારા આવા લોકોને શોધીને કડક સજા કરવા માટે માંગ કરી હતી.
આ કાર્યક્રમ મા અજીતદેવ પારગી, મનીશભાઈ પંચાલ, પ્રકાશભાઈ પરમાર,જીતુભાઈ ગારી, દિલિપભાઈ બારિયા,ચિરાગભાઈ કોઠારી,અલ્કેશભાઈ પંચાલ, મોહન વસૈયા, વિપુલભાઈ સંગાડા, મેહુલભાઈ ચારેલ, સંતોષભાઈ ભગોરા, દેવભાઈ તેમજ મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

