દાહોદ જિલ્લામાં રેતી ખનન માફિયાઓ બેફામ બન્યાં : દુધીયાથી લીમડી જવાના માર્ગ પરથી ખાણ ખનીજની ટીમે બે ગેરકાયદે રીતે ભરે ટ્રક ઝડપી પાડી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લામાં આવેલ દુધીયા થી લીમડી જવાના માર્ગ ઉપરથી દાહોદ ખાણ ખનીજની ટીમે ગેરકાયદે રીતે ભરેલ બે ટ્રકોની ઝડપી પાડી બંન્ને ટ્રકોને કબજે લીધાંનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં રેત ખનન માફિયાઓ બેફામ બન્યાં છે ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારના સમયે દાહોદ જિલ્લામાં આવેલ દુધીયા થી લીમડી જવાના માર્ગ પરથી દાહોદ ખાણ ખનીજની ટીમને મળેલ બાતમીના આધારે આકસ્મિક તપાસમાં ગેરકાયદે રીતે ખનન કરી રહેલ બે ટ્રકોમાંથી ગેરકાયદે રીતે ઝડપી પાડી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ રેતી દાહોદ થી રાજસ્થાન લઈ જવામાં આવી હતી. ગુજરાતથી રાજસ્થાન બેરોકટોક ગેરકાયદે રેતીનું ખનન થતું હોવાની પણ ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. અવાર નવાર દેવગઢ બારીઆની આપસપાસના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનન માફિયાઓ નદીઓ ઉપથી બેરોકટોક રેતી ખનન કરતાં રહે છે ત્યારે માત્ર બે ગાડીઓ ઝડપી પાડી જાણે ખાણ ખનીજ વિભાગે સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે.