દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ૦૩ મકાનોમાં તસ્કરો ત્રાટક્યાં : ૦૨ મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : એક મકાનમાંથી સોના – ચાંદીના દાગીનાની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે મધ્યરાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મીરાખેડી ગામે એક સાથે ૦૩ મકાનોમાં ચોરી માટે ત્રાટક્યાં હતાં જેમાં બે મકાનોમાં ચોરીના નિષ્ફ પ્રયાય થયો હતો જ્યારે એક મકાનને નિશાન બનાવી સોના - ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. મધ્યરાત્રીના સમયે વરસાદી માહોલ વચ્ચે ચોરીના આ ઘટનાને પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ગતરોજ મધ્યરાત્રીના સમયે ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે અજાણ્યા તસ્કરો ચોરીના ઈરાદા સાથે ગામમાં આવ્યાં હતાં અને ગામના ૦૩ મકાનોમાં ત્રાટક્યાં હતાં. તસ્કરોએ મકાનમાં બાકોરૂં પાડી પ્રવેશ કર્યાેં હતો. આ ચોરીની ઘટનામાં બે મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ નિવડ્યો હતો જ્યારે એક મકાનમાં ચોરોએ પોતાનો કસબ અજમાવી મકાનમાંથી સોના - ચાંદીના દાગીના વિગેરે લઈ તસ્કરો પલાયન થઈ ગયાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ગામમાં રહેતાં નવલસિંહ વરસિંહ ડાંગીના ઘરમાંથી સોના - ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
.