ઝેર પ્રાથમિક શાળાના શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા

દાહોદ તા.૨૩

ફતેપુરા તાલુકા ના ઝેર ગામ ની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક સચિન શાહ પાછલા ૨૦ વર્ષ થી ઝેર પ્રાથમિક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમય થી અનિયમિત હોવા થી ગ્રામજનો દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી ને લેખિત માં અરજી કરવા માં આવી હતી પરંતુ કોઈ જાત ના યોગ્ય પગલાં તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા લેવા માં ન આવતા ફરી ગ્રામજનો દ્વારા ૦૫/૦૭/૨૧ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી ને અરજી કરવા માં આવી હતી જે અરજી ના આધારે તારીખ ૨૨/૦૯/૨૦૨૧ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રૂબરૂ તપાસ કરવા આવી હતી જેમાં શિક્ષક સચિન ભરત શાહ મુલાકાત સમયે ગેરહાજર માલૂમ પડયા હતા અને હજાર રહેલ તમામ શિક્ષકો નું લેખિત નિવેદન લેતા ફરિયાદ ની વિગતો અન્નવ્યે સાચી હોવા નો અભિપ્રાય મળેલ હતો અને જે અંતર્ગત વધુ તપાસ ની આવશ્યક હોવા થી ૨૨/૦૯/૨૦૨૧ ના રોજ શિક્ષક સચિન ભરત શાહ ને ફરજ મોકૂફ કરવા માં આવ્યા હતા જેની નિયત આદેશો ની સભંદિત તમામ ને બજવણી પણ કરી દેવા માં આવી હતી ફરજ મોકૂફ દરમિયાન શિક્ષક સચિન શાહ ને ઝાભુ મુખ્ય પ્રાથમિક શાળા તા.ધાનપુર ખાતે ફરજ બજાવવા નો હુકમ કરવા માં આવ્યો હતો તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની મંજુરી વગર શાળા છોડી શકશે નહિ ફરજ મોકૂફી દરમિયાન અન્ય સરકારી કે ખાનગી પ્રવૃત્તિ કરી શકાશે નહિ જે સમયગાળા દરમિયાન મહેનતનું પણ મળી શકશે નહિ તદુપરાંત સચિન ભરત શાહ ને ફરજ મોકૂફ દરમિયાન સરકાર શ્રી ના નિયમો મુજબ નિર્વાહ ભથ્થું મળવા પાત્ર રહેશે.
ફતેપુરા તાલુકા ની ઝેર પ્રાથમિક શાળા ના શિક્ષક પર અગાઉ પણ આવી અનેક ફરિયાદો થયેલ હતી અને ઝેર પ્રાથમિક શાળા ના આચાર્ય અને આ.શિક્ષક સચિન ભરત શાહ વિરૂદ્ધ શાળા ની ગ્રાન્ટ ની ઉચાપત માં તાલુકા શિક્ષણ અધિકારી ને તપાસ માં ધ્યાને આવ્યું હતું અને જે સંદર્ભે તેઓ પાસે નાણાં ની રિકવરી કરવા માં આવી હતી તેમજ શિક્ષક વિરૂદ્ધ ઓલિવ ફરિયાદ પણ કરવા માં આવી હતી
ફતેપુરા ના ઝેર પ્રાથમિક શાળા ના શિક્ષક ને વર્ષો થી ગ્રામજનો દ્વારા અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં કાપી પણ જાત ની યોગ્ય કાર્યવાહી કરવા માં આવી ના હતી અને આજે તા.૨૨/૦૯/૨૦૨૧ ના રોજ ૨૦ વર્ષ બાદ યોગ્ય કાર્યવાહી થતા ગામ માં ખુશી નો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનો અને આદિવાસી ટાઇગર સેના ઢોલ અને ડીજે ના તાલે ઝૂમી ઊઠયા હતા અને ગામ માં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ગ્રજનો અને ATS દ્વારા એક બીજા ને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: