દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ફોર વ્હીલર ગાડીમાં ત્રણ અજાણ્યા ઈસમો એક ગાય અને એક વાછરડાને ભરી લઈ કતલ કરવાને ઈરાદે લઈ ફરાર થઈ જતાં પંથકમાં ખળભળાટ મચ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં વહેલી સવારના ચાર વાગ્યાના સમયે એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ આવેલ ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા રસ્તાની સાડઈમાં બેઠેલ એક ગાય તથા નાના વાછરડાને પકડી લઈ ક્રુરતાં પુર્વક ફોર વ્હીલર ગાડીમાં ધકેલી લઈ બેસાડી દઈ ગૌવંશને કતલ કરવાને ઈરાદે લઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
ગત તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારના ચારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ઝાલોદ નગરના સ્વર્ણિમ સર્કલ ઉપર એક ફોર વ્હીલર ગાડી લઈ તેમાં ત્રણ અજાણ્યા ઈસમો ઉતર્યાં હતાં. આ દરમ્યાન રસ્તાની સાઈડમાં બેઠેલ એક ગાય અને એક નાનું વાછરડાને આ અજાણ્યા ત્રણેય ઈસમોએ બળજબરીપુર્વક પોતાની ગાડીમાં ભરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ ગૌવંશને કતલ કરવાને ઈરાદે લઈ જવામાં આવતાં હતાં.
આ સંબંધે મનીષભાઈ દલપતભાઈ પંચાલ (રહે. ઝાલોદ, નગરપાલિકા પાસે, દામોદર સોસાયટી) દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.