દાહોદ જિલ્લાના ઝાપટીયા સેવનીયા ગામે પરિવારના બે સદસ્યો દ્વારા યુવકને લગ્ન બાબતે શારિરીક અને માનસીક ત્રાસ આપતાં યુવકનો કુવામાં મોતની છલાંગ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.27
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાપટીયા સેવનીયા ગામે યુવકના લગ્ન ન થતાં હોઈ અને પરિવારનાજ બે સદસ્યો દ્વારા યુવકને મેણાટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા ત્રાસથી કંટાળી ગયેલ એક યુવકે ગામમાં આવે કુવામાં મોતનો ભુસકો મારી આત્મહત્યા કરી લેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે મૃતક યુવકની માતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તારીખ ૨૪/૦૯/૨૦૨૧ નાં રોજ બપોરના બે વાગ્યાના સમયે ઝાપટીયા સેવાનીયા ગામે રહેતાં જીતેન્દ્રભાઈ ગામમાં આવેલ એક કુવામાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળ્યાં અનુસાર, પરિવારના સુબતભાઈ તથા કમળાબેન એમ આ બંન્ને જણા મરણ જનાર જીતેન્દ્રભાઈને અવાર નવાર મેણાટોણા મારતાં હતાં અને કહેતાં હતાં કે, તમે અહીંથી જતાં રહો, કોઈ પૈસા નહીં મળે, જીતેન્દ્રકુમાર તારૂં લગ્ન પણ નહીં કરાવી આપીયે, તેમ કહી અવાર નવાર જીતેન્દ્રકુમાર શારિકી અને માનસીક ત્રાસ આપતાં હતાં ત્યારે ગતરોજ જીતેન્દ્રકુમારે ગામમાં આવેલ કુવામાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતાં આ સંબંધે મૃતક જીતેન્દ્રકુમારની માતા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.