ફતેપુરા ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગ્રામ સભામાં ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હોબાળો

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગ્રામ સભામાં મહિલા સભ્યોના પરિવારોએ ખોટી સહીઓ કરી,  વિકાસના કામોની માહિતી માંગતા ન આપતા ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે આજરોજ ઉગ્ર બોલાચાલી બાદ હોબાળો થવા પામ્યો હતો. હોબાળામાં ગ્રામજનો દ્વારા આ ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ તમામ હોબાળા બાદ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી ૩ દિવસ સુધી અન્ન,જળનો ત્યાગ કરી ઉપવાસ ઉપર ઉતરવાનો નિર્ણય કર્યાે છે. વધુમાં બીજુ એક લેખિત રજુઆત પણ આપી જણાવવામાં આવ્યુ છે કે, ઉપ સરપંચ સામે થયેલ બાદના નિર્ણય અંગે ફેર વિચારણા કરી નવેસરથી નિર્ણય કરવા બાબતે પણ ધ્યાન દોરી રજુઆત કરવામાં આવી હતી. હોબાળો એટલો ઉગ્ર બન્યો હતો કે, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો વચ્ચે ઝપાઝપી પણ જાવા મળી હતી.

આજરોજ દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ગ્રામ સભામાં મહિલા સભ્યોના પરિવારોએ ખોટી સહીઓ કરી છે, વિકાસના કામોની માહિતી માંગવા જતા વિકાસની કોઈપણ માહિતી પુરી પાડવામાં આવતી નથી તે ઉપરાંત આ ગ્રામ પંચાયતમાં વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે પંચાયતના સભ્યો અને ગ્રામજનો વચ્ચે ભારે બોલાચારી બાદ હોબાળો થયો હતો. આ હોબાળાના પગલે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને બે લેખિતમાં  રજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રથમ રજુઆતમાં જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ફતેપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મનોજકુમાર નરેશકુમાર કલાલે રૂ.૪૯,૦૦૦ તેમની પોતાની વિઠ્ઠલકૃપા નામની પેઢીનું બિલ મુકી રૂપીયા ઉપાડેલ હતા જે બાબત પંચાયતધારા મુજબ કોઈપણ યુંટાયેલ પ્રતિનિધિ આવી રીતે કરે તે ઉપાચત જ ગણાય.જે સંદર્ભે દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિએ અરજી કરી તપાસ કરવા અને ઉપાચત કરનાર ઉપસરપંચને હોદ્દા પરથી દુર કરવા જિલ્લા વિકાસ અધિકારી,દાહોદને લેખિત રજુઆત કરી હતી જે સંદર્ભે કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે, પંચાયત ધારાની જાગવાઈઓ જાતા ઉપસરપંચએ ઉપાચત કર્યાનુ સ્પષ્ટ પુરવાર થયુ હતુ. જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા  ઉપસરપંચને હોદ્દા પરથી દુર કરી ઉપાચતની ફરિયાદ દાખ કરી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ તે હુકમનુ પાલન કરવાના બદલે કોણ જાણે શુ કાર્યવાહી કરી અને ઉપસરપંચે ટેન્ડર ભરીને તેમની પેઢીનો માલસામાન પુરો પાડવાની પ્રક્રિયા કર્યા બાદ પોતાની પેઢીનું બિલ મુકી નાણાં ઉપાડ્યા હતા જે ઉપાચત ગણાતી નથી તેવા ખોટા કારણસર ઉપસરપંચને હોદ્દા પરથી ચાલુ રાખવાનો ખોટો હુકમ કર્યાે હતો. આ સમગ્ર બાબતે ફેર તપાસની માંગણી સાથે ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી અને મહિલા સભ્યો સતત ગેરહાજર રહેવા છતાં પણ ગ્રામસભામાં ખોટી સહીઓ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

બીજી તરફ બીજી લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર, ફતેપુરા ગ્રામ પંચાયતના ૨ વર્ષના સમયગાળા દરમ્યાન થયેલ કામોમાં લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયો હોવાથી આ બે વર્ષના સમયગાળા દરમ્યાનના પંચાયત પાસેથી તમામ રેકર્ડ જપ્ત કરવા તથા દિન-૩માં રેકર્ડ જપ્ત ન થાય તો આગામી તા.૧૧.૦૬.૨૦૧૯ના રોજથી તાલુકા પંચાયત કચેરીમાં ૩ દિવસ અન્ન,જળ ત્યાગ કરી ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: