ઝાલોદ તાલુકાના દેપાડા ગામના વ્યક્તિને અજાણ્યા ઈસમોએ મોતને ઘાટ ઉતારી લાશને મલવાસી ગામે ફેંકી દેતાં ખળભળાટ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપાડા ગામના પુરૂષની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર માર મારી લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતાર્યાં બાદ પુરૂષની લાશને મલવાસી ગામેથી મળી આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ઝાલોદ તાલુકાના લીમડી ગામે ડેપાડા ફળિયામાં રહેતાં ૪૦ વર્ષીય સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ગતરોજ પોતાના ઘરેથી રાતના સાડા આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ભજનમાં જાઉં છું અને લીમડી સર્કલ પરથી માણસો લેવા આવવાના છે, તેમ કહી ઘરેથી મોટરસાઈકલ લઈ ઘરેથી નીકળ્યાં હતાં. આખી રાત થઈ જતાં અને વહેલી સવારે પણ સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ઘરે પરત ન આવતાં પરિવારજનો સુનીલભાઈની શોધખોળ આરંભી હતી ત્યારે આજરોજ સુનીલભાઈનો મૃતદેહ લીમડી ચાકલીયા રોડ તરફ મલવાસી ગામ તરફ જવાના ત્રણ રસ્તા નજીક લીલવા ઠોકરની સીમમાં રોડની બાજુમાંથી મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને પણ કરાતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમારની મોટરસાઈકલ પર નજીકમાંથી લોહીના ડાઘાવાળી મળી આવી હતી. સનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમારને માથાના ભાગે, શરીરે તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારી અજાણ્યા ઈસમોએ મોતને ઘાટ ઉતાર્યાેં હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ સંબંધે મૃતક સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમારના ભાઈ અનીલભાઈ જાેખનાભાઈ પરમારે આ સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

