ઝાલોદ નગરમા ગાંધી જયંતિની ઉજવણી કરાઈ


રિપોર્ટર : ગગન સોની

આજરોજ 1 – 10 – 2021 કલીન ઈન્ડિયા થીમેટિક ડ્રાઇવ અંતર્ગત ઝાલોદ નગરપાલિકાના સેનેટેરી સ્ટાફ દ્વારા સ્વચ્છતાશપથ લેવામાં આવ્યા અને ત્યાર બાદ ઝાલોદ નગર પાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો તેમજ નગર ના અગ્રણી ઓ દ્વારા ગાંધી જી ને સુત્તર પહેરાવી તેમને યાદ કરવા મા આવ્યા હતા ત્યાર બાદ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલમાળા પહેરાવી સફાઈ અભિયાન નો કાર્યક્રમ કર્યો. ઉપરાંત ખાદી ભંડાર માંથી સૌએ ખાદી ખરીદી .
મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રમુખ શંકર ભાઈ અમલિયાર, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઝાલોદ અનિતાબેન મછાર તેમજ ઝાલોદ બીજેપી પરિવાર ના સૌ સાથી ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!