દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક પીકઅપ ગાડીમાંથી રૂા.૩.૯૩ લાખ વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી : કુલ રૂા.૧૧.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૩,૯૩,૯૨૫ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૧,૭૩,૯૨૫ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૧ ઓક્ટોમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે દવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. પોલીસે પીકઅપ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૧૪૪૯ કિંમત રૂા.૩,૯૩,૪૨૫ ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ગાડીની કિંમત તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૧,૭૩,૯૨૫ના મુદ્દામાલ સાથે પીકઅપ ગાડીના ચાલક માધુસિંહ મુકામસિંહ ચૌહાણ (રહે. ઉદયગઢ, બ્લોક ફળિયું, તા. જાેબટ, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની અટકાયત કરી પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: