દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પ્રેરણા જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને રોજગારી અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.૦૨
ઝાલોદ ખાતે પ્રેરણા જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક જરૂરિયાત અને વિધવા ત્યકતા બહેનોને વિવિધ રોજગારી તાલીમનું આયોજન વર્ષ દરમિયાન કરવામાં આવે છે દાહોદ જિલ્લો ટ્રાયબલ હોવાના કારણે આર્થિક ઉપાર્જન મેળવવા ઘણા પરિવારો સાથે બહેનોને પણ રોજગારી અર્થે જિલ્લા બહાર વિસ્થાપિત થવું પડે છે ત્યારે આ સંસ્થા દ્વારા વિશેષ કરી બહેનોને સીવણ બ્યુટી પાર્લર હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ તાલીમો આપી જુદી જુદી વસ્તુઓ નું નાના પાયે ઉત્પાદન કરી ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોમાં યોજાતા મેળાઓ ના માધ્યમથી વેચાણ કરી આપી બહેનોને કામના પરિપેક્ષમાં સંતોષ કારક મહેનતાણું ચૂકવી બહેનોને આર્થિક રીતે સહયોગ આપી રહ્યું છે જેથી બહેનો પોતે પોતાના બાળકોને પરિવારને આર્થિક મદદ કરી સામાજીક અને શૈક્ષણિક રીતે વિકાસમાં પોતાનું યોગદાન આપતા થયા છે આજની શિબિરનું આયોજન અમદાવાદના સિવણના પ્રખ્યાત ટ્રેનર પ્રતિક્ષાબા ચૌહાણ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે






