ગઢ ગણાતા ગાંધીનગરમાં જ કોંગ્રેસનો સફાયો, આપનું ખાતુ ખૂલ્યું : ૧૦ વર્ષ બાદ ગાંધીનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો : કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો પર વિજય મેળવ્યો, કોંગ્રેસને ફક્ત ત્રણ તો આપને એક બેઠક મળી : ૧૧ વોર્ડમાંથી ૯ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો જીત્યા, વોર્ડ-૩ અને ૬માં પેનલ તૂટી : કોલવડા અને વાવોલ વિસ્તારમાં ભાજપ પેનલની જીત : ગાંધીનગર મનપામાં ભવ્ય જીત બાદ કમલમમાં વિજ્યોત્સવ મનાવાયો, મુખ્યમંત્રી – પાટિલ હાજર રહ્યા, મોટા ભાગના પરિણામોમાં ભાજપે વિપક્ષને એક્ઝિટ બતાવી

ગાંધીનગર, તા.૫
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે અને ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે. ગાંધીનગરની ૪૪ બેઠકો પૈકી ૪૦ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર ૩ અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને ૧૦ વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે.
ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જાેઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે. બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ જાેવા મળ્યો હતો. આ ચૂંટણી નવા સીમાંકન અનુસાર યોજવામાં આવી હતી. જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે.
૧૧ વોર્ડમાંથી ૯ વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નં ૩માં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવારની જીત થતા ભાજપની પેનલ તૂટી હતી.
ગાંધીનગર વોર્ડ ૨ માં ભાજપના ઉમેદવાર અનિલસિંહ વાઘેલા ૭૦૮૨ મતોથી, દીપ્તિબેન પટેલ ૬૨૨૩ મતોથી અને પારૂલ બેન ઠાકોર ૫૪૦૭ મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ ૨ ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર ગજેન્દ્રભાઈ વાઘેલા ૬૦૭૦ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૩ માં ભાજપના ઉમેદવાર સોનાલીબેન પટેલ ૪૩૪૬ મતોથી, દિપીકાબેન સોલંકી ૪૨૩૧ મતોથી અને ભરતભાઈ ગોલિહ ૪૦૮૭ મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ ૩ ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ ૫૫૯૮ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૪ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર દક્ષાબેન મકવાણા ૬૦૬૯ મતોથી, સવિતાબેન ઠાકોર ૫૭૦૦ મતોથી, ભરતભાઈ દિક્ષિત ૫૭૦૧ મતોથી અને જસપાલસિંહ બિહોલા ૬૫૬૬ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૫ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર કિંજલકુમાર પટેલ ૪૯૫૨ મતોથી, પદમસિંહ ચૌહાણ ૪૬૨૪ મતોથી, કૈલાસબેન સુતરીયા ૪૫૪૪ મતોથી અને હેમાબેન ભટ્ટ ૪૬૯૦ મતોથી વિજય બન્યા છે.
અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોની જીત
ગાંધીનગર વોર્ડ ૬ માં ભાજપના ઉમેદવાર ભાવનાબેન ગોલ ૪૦૬૨ મતોથી, પ્રેમલત્તાબેન મહેરીયા ૩૮૨૫ મતોથી અને ગૌરાંગ વ્યાસ ૪૪૯૨ મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ ૩ ની એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતા આપના ઉમેદવાર તુષાર પરીખ ૩૯૭૪ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૭ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર સોનલબેન વાઘેલા ૬૩૯૪ મતોથી, કિંજલબેન ઠાકોર ૫૭૪૬ મતોથી, પ્રેમલસિંહ ગોલ ૬૫૮૧ મતોથી અને શૌલેષભાઈ પટેલ ૬૩૧૪ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૮ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ઉષાબેન ઠાકોર ૭૨૭૦ મતોથી, છાયા ત્રિવેદી ૭૧૩૦ મતોથી, હિતેશકુમાર મકવાણા ૬૨૮૨ મતોથી અને રાજેશકુમાર પટેલ ૭૪૦૧ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૯ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર અલ્પાબેન પટેલ ૮૨૯૩ મતોથી, શૈલાબેન ત્રિવેદી ૭૦૬૩ મતોથી, રાજુભાઈ પટેલ ૭૬૪૬ મતોથી અને સંકેત પંચાસરા ૭૨૯૬ મતોથી વિજય બન્યા છે.
ગાંધીનગર વોર્ડ ૧૦ માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર મીરાબેન પટેલ ૮૬૩૫ મતોથી, તેજલબેન વાળંદ ૮૪૬૪ મતોથી, મહેન્દ્રભાઈ પટેલ ૮૬૩૭ મતોથી અને પોપટસિંહ ગોહિલ ૮૫૦૯ મતોથી વિજય બન્યા છે.
આ ચૂંટણીમાં કુલ ૧૬૨ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. જેમાં ભાજપના કુલ ૪૪ ઉમેદવારો ઊભા હતા અને કોંગ્રેસે પણ કુલ ૪૪ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જાેકે આમ આદમી પાર્ટીએ ૪૦ ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જાેકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજાે અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જાેકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: