દાહોદ શહેરમાં સી.આર. પાટીલના કાર્યક્રમમાં નિમીષાબેન સુથારને આમંત્રણ અપાતાં અને દાહોદના આદિવાસી પરિવાર બી.ટી.પી. અને બી.ટી.ટી.એસ.ના કાર્યકર્તાઓ દ્વારા ખોટા આદિસાવી હોવાના પ્રમાણપત્રને લઈ વિરોધ દર્શાવતાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ડીટેઈન કરવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આ. પાટીલનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખોટા આદિવાસી હોવાના પ્રમાણપત્રને લઈ નીમીષાબેન સુથારના વિરોધમાં આદિવાસી પરિવાર બી.ટી.પી, બી.ટી.ટી.એસ.ના કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવતાં ઘણા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
ખોટા આદિવાસી હોવાન પ્રમાણપત્રને લઈ નિમીષાબેન સુથારના વિરોધમાં દાહોદ, પંચમહાલ, મહિસાગર સહિત ઠેર ઠેર આદિવાસી સમાજ, પરિવાર અને સંગઠનો દ્વારા ઘણા લાંબા સમયથી ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી પરિવાર બી.ટી.પી, બી.ટી.ટી.એસ. ના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં અને જ્યાં નિમીષાબેન સુથારના ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધને પગલે કાર્યક્રમમાંથી આદિવાસી પરિવાર બી.ટી.પી., બી.ટી.ટી.એસ. ના કેટલાંક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યાં હતાં. વિરોધના પગલે એકક્ષણે સી.આર.પાટીલના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈમાં સોપો પડી જવા પામ્યો હતો.