જમ્મુ કાશ્મીરમાં હિન્દુ ભાઈ – બહેની આતંકવાદીઓ દ્વારા ક્રુરતાપુર્વક હત્યા કરતાં દાહોદ, લીમખેડા અને ઝાલોદમાં તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદનું પુતળા દહન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ બહેન – ભાઈની ક્રૂર હત્યાના સંદર્ભમાં દાહોદ શહેર, લીમખેડા અને ઝાલોદના લીમડી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. દાહોદ અને લીમખેડા નગરમાં આના વિરોધમાં પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો અને આતંકવાદ સામે ભારત સરકાર કડકમાં કડક પગલાં લઈ આતંદવાદને દેશ, દુનિયામાંથી ખતમ કરી નાંખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.