ઝાલોદમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની બી.એમ.હાઈસ્કુલ ખાતે ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી સંચાલિત શ્રી કે.આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ એન.એસ.એસ. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આર્યુવૈદિક અને હોમીયોપેથીક સારવાર પધ્ધતિ દ્વારા સર્વ રોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ ઝાલોદના એન.એસ.એસ. વિભાગ અને આર્યુવૈદિક સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં વિનામુલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝાલોદ નગર સહિત ઝાલોદ તાલુકા અને દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોએ આ કેમ્પમાં જાેડાઈ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં રોગચાળા સામે નિયંત્રણ લાવવા માટે આર્યુવૈદિક દવાઓ અને આર્યુવૈદિક ઉકાળો લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. આવનાર દિવસોમાં આવા કેમ્પો જિલ્લામાં અન્ય સ્થળોએ પણ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.