દિલ્હી,યુપી,તમિલનાડુ સહિત અને રાજયોમાં વિજ સંકટ પેદા થવાની આશંકા
નવીદિલ્હી,તા.૧૦
દુનિયાભરમાં કોલસાની અછતના કારણે ભારતમાં પણ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ પર તેની અસર જાેવા મળી રહી છે જેના કારણે વીજ સંકટ પેદા થવાની આશંકા છે.દેશના ઘણા રાજ્યોમાં એક સાથે કોલસાની અછત સર્જાતાં વીજ સંકટ પેદા થવાની આશંકા છે એવામાં રાજ્ય સરકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. શનિવારે અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને આ મામલે દખલગીરી કરવા માટે મદદ માંગી છે આ સિવાય પંજાબનાં મુખ્યમંત્રીએ પણ કેન્દ્ર સરકારને કોલસો આપવા માટે અપીલ કરી છે.
દિલ્હીના ઉર્જા મંત્રી જૈને કહ્યું હતું કે જાે કોલસો આપવામાં નહીં આવે તો બે જ દિવાસમાં આખી દિલ્હીમાં બ્લેક આઉટ થઈ જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મામલે પીએમ મોદીને પત્ર લખીને મદદની માંગ કરી છે. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટિ્વટ કરીને કહ્યું કે ડબલ એન્જિન સરકારની બેદરકારીનાં કારણે સંકટ ઊભું થયું છે અને બિહારમાં ટ્રિપલ નુકસાન થઈ રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં ટ્રબલ જ ટ્રબલ છે.
યુપીમાં વીજ સંકટ મામલે ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ બે દિવસ પહેલા કહ્યું હતું કે જુદા જુદા કારણોથી કોલસાની કમી સર્જાઇ છે જેના કારણે વીજળીનું સંકટ ઊભું થયું જેનું મને દુઃખ છે. કોલસો મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમિલનાડુમાં કોલસાની કમીને લઈને વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. એઆઇએડીએમકેનેતાઓએ ડ્ઢસ્દ્ભ સરકારને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે આગ્રહ કર્યો છે.
ઓડિશામાં પણ કોલસાની અછત સર્જાઇ છે ઘણા બધા ઉદ્યોગોને પોતાની ચિંતા થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી છે. યુસીસીઆઇએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે ઉદ્યોગો પાસે પર્યાપ્ત કોલસો નથી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ કોલસાની કમીનો સામનો કરવામાં મદદ માટે પીએમ મોદીને અપીલ કરી છે. સાથે જ બૅન્કોને આદેશ આપવામાં આવ્યા છે કે વીજળી સપ્લાય કરતી કંપનીને મદદની જરૂર હોય ત્યારે લોન આપે. રાજસ્થાનમાં ઘણા બધા પ્લાન્ટ્સમાં કોલસાની કમી સર્જાઇ છે ત્યારે સીએમ અશોક ગેહલોત પણ એક્શનમાં આવ્યા છે. અધિકારીઓને વીજળી બાધિત ન થાય તે માટેના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોલસાની અછત જાેવા મળી રહી છે, અહેવાલ અનુસાર ઘણા બધા પ્લાન્ટ્સમાં પહેલા કરતાં ઓછી માત્રામાં કોલસો આપવામાં આવી રહ્યો છે.