દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે યુવકે અગમ્યકારણોસર આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામેથી ઘરેથી કોઈને કહ્યાં વગર એક ૪૫ વર્ષીય આધેડ પુરૂષની લાશ ગામમાં આવેલ એક ડુંગર ઉપર ઝાડ પરથી લટકતી મળી આવતાં આ સંબંધેમૃતકના સ્વજન દ્વારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પ્રથમ તબક્કે સી.આર.પી.સી.ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સીંગવડ તાલુકાના મેથાણ ગામે નાળ ફળિયામાં રહેતાં ૪૫ વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડા દિવસો પહેલાં કોઈ અગમ્યકારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતાં ત્યારે પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ આરંભતાં ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ મેથાણ ગામે આવેલ ડુંગર ઉપર એક ઝાડ સાથે ગળે ફાંસો ખાઘેલ હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી અને મૃતક લાલાભાઈના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મૃતક લાલાભાઈના ભાઈ અમરસીંગભાઈ લીંબાભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે જાણવાજાેગ આપતાં પોલીસે આ સંબંધે સી.આર.પી.સી. કલમ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: