દાહોદ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પુજા કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.15
દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરા પર્વની શહેરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જલેબી ફાફડાની મિજબાની પણ શહેરવાસીઓએ માણી હતી.
અધર્મ પર ધર્મના વિજય સમા વિજયાદશમી એટલે કે, દશેરાના પર્વ નિમિતે ધાર્મિક માન્યતા અનુસાર, શસ્ત્ર પૂજાનું અનોખું મહત્વ ધરાવે છે જેના ભાગરૂપે દાહોદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે શસ્ત્ર પૂજા કરી પોલીસ વિભાગના વાહનોની પૂજન કરવામાં આવ્યું હતું તેમજ એકબીજાને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. દાહોદ શહેરમાં પરેલ freelandganj વિસ્તારમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. દાહોદ શહેરમાં આજે વહેલી સવારથી જ જલેબી ફાફડાની દુકાનો પર સ્વાદ પ્રિય જનતા જલેબી ફાફડા લેવા ઉમટી પડ્યા હતા. દશેરા પર્વની રહેવાસીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી.