દેવગઢ બારીઆ નગરમાં છકડાના ચાલકે પોલીસ જવાન અને ટી.આર.બી. જવાનને લાપટો ઝાપટો મારતાં પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર – ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો ટ્રાફિક સમસ્યા થાય તે રીતે ઉબો રાખતાં આ મામલે ફરજ ઉપર હાજર ટી.આર.બી. જવાન અને પોલીસ કર્મચારીએ છકડો સાઈડમાં કરવા જણાવતાં છકડાનો ચાલકે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને કોલર પકડી, લાપટ ઝાપટો મારી સરકારી કામમાં અડચણ ઉભી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

દેવગઢ બારીઆ નગરમાં ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ શુક્રવારી હાટ બજારમાં દેવગઢ બારીઆ નગરમાં રાણાશેરી ખાતે રહેતો વિકાસભાઈ રાજેન્દ્રભાઈ રાણા પોતાના કબજાનો છકડો લઈ શુક્રવારી હાટ બજારમાં આવ્યો હતો અને પોતાના કબજાનો છકડો ટ્રાફિકની સમસ્યા થાય તે રીતે ઉભો રાખતાં આ મામલે દેવગઢ બારીઆ પોલીસ મથકના પોલીસ કર્મચારી રોહીતભાઈ સળુભાઈ તથા ટી.આર.બી. જવાન શૈલેષભાઈએ છકડો સાઈડમાં લઈ જવા જણાવતાં વિકાસભાઈ એકદમ ઉશ્કેરાયો હતો અને પોલીસ કર્મચારી અને ટી.આર.બી. જવાનનો કોલર પકડી લાપટો ઝાપટો મારી સરકારી કામમાં અડચણ કરી હતી અને પોલીસ કર્મચારી રોહીતભાઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી.

આ સંબંધે પોલીસ કર્મચારી રોહીતભાઈ સળુભાઈએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં છકડાના ચાલક વિકાસભાઈ રાજેન્દ્રભાઈ રાણા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!