દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ફુલપુરા ગામેથી પોલીસે એક મકાનમાંથી રૂા.૨.૯૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : બુટલેગર ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ફુલપુરા ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૨,૯૪,૧૮૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાંનું જ્યારે પોલીસને જાેઈ બુટલેગર નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ ફુલપુરા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ રતનભાઈ વડેલના ઘરમાં ઓચિંતી પ્રોહી રેડ કરતી હતી. આ દરમ્યાન પોલીસને જાેઈ ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો મળી કુલ રૂા. ૨,૯૪,૧૮૦નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યાેં હતો.
આ સંબંધે સાગટાળા પોલીસે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ રતનભાઈ વડેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.