દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ ૪૮,૩૦૦ની મત્તાનો ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક સોસાયટી વિસ્તારમાં અજાણ્યા ચોર ઈસમોએ એક બંધ મકાનને નિશાન બનાવી તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા ૧૩,૫૦૦ તેમજ સોના - ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૪૮,૩૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
લીમખેડા નગરમાં આવેલ ચિત્રવીલા સોસાયટીમાં ગત તારીખ ૧૫મી ઓક્ટોમ્બરના રોજ સંદિપભાઈ પ્રકાશભાઈ ગુર્જરના બંધ મકાનમાં અજાણ્યા બે જેટલા તસ્કરોએ પ્રવેશ કર્યાેં હતાં. જાણવા મળ્યાં અનુસાર, અશોકભાઈ અને તેમનો પરિવાર ૧૫મી ઓક્ટોમ્બરના દિવસે રાત્રીના ગરબા જાેવા ગયાં હતાં અને પોતાનું મકાન બંધ કરી ગયાં હતાં ત્યારે તસ્કરોએ આ બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા ૧૩,૫૦૦, ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, સોનાના ઝુમ્મર, સોનાની ચેઈન, ચાંદીનું ભોરીયું, ચાંદીના સિક્કા, ચાંદીની ભગવાન ગણેશજીની મુર્તિ, ચાંદીની ભગવાન લક્ષ્મી માતાજીની મુર્તી, સોનાની કાનશેર મળી કુલ રૂા. ૪૮,૩૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે સદિપભાઈ પ્રકાશભાઈ ગુર્જરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.