દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે ગરબાડા ધારાસભ્યને લેખિત રજુઆત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) દ્વારા ગરબાડાના મત વિસ્તારના ધારાસભ્યને લેખિત રજુઆત કરી પોતાની વિવિધ માંગણીઓ જેવી કે, ઈ - ગ્રામ વીસીઈના પડતર પ્રશ્નો અને માંગણીઆ બાબતે નિરાકરણ કરી નવું મહેકમ ઉભુ કરવા બાબત તેમજ ઈ - ગ્રામની પાલીસી રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ધોરણ લાગુ કરી રક્ષણ આપવા રજુઆત કરી હતી.

ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) દ્વારા લેખિતમાં કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યાં અનુસાર, સરકારના નિયમો મુજબ અમલવારી કરીને કર્મચારીઓને કાયમી કરવા, પગાર ધોરણ વધે તેમજ વીસીઈને કાયમી કર્મચારી કરીકે રક્ષણ આપવા, પંચાયત વિભાગ. મહેસુલ  વિભાગ, કૃષિ વિભાગ. નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ચુંટણીની કામગીરી વિગેરે વિભાગોના કર્મચારીઓને વર્ગ - ૦૩નો દરજ્જાે આપીને સરકારી કર્મચારી જાહેર કરવા, કર્મચારીઓને સીસીઈના લાભો આપવામાં આવે વિગેરે અનેક રજુઆત તેમજ પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી રજુઆત સાથે કર્મચારીઓએ ગરબાડાના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને લેખિત રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: