દાહોદ પોલીસ અને ગૌરક્ષકો અે ગેર કાયદેસર ભરેલી ટ્રક માંથી ૨૨ ગાયો ને બચાવી.
દાહોદ તા.૨૬
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાંથી પસાર થતી એક ટ્રકમાં ૨૨ જેટલી ગાયોને ગોધરા ખાતે કતલખાને લઈ જવાતી હોવાની બાતમી મળતા પોલિસ ગૌરક્ષકોની મદદથી આ સ્થળે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમીમા દર્શાવેલ ટ્રક ત્યાથી પસાર થતાં ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રકને હંકારી લઈ જતા આગળ જતી એક સ્કોર્પિયો ગાડીને ટક્કર મારતા ગાડીમાં બેઠેલ ચાર પૈકી એક જણ પોલિસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજા ત્રણને પોલિસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલિસે ટ્રકમાંથી ૨૨ જેટલી ગાયોનો કબજા મેળવી નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી.
દાહોદના ગૌરક્ષકો તેમજ પોલિસને મળેલ બાતમીના આધારે આજે વહેલી સવાર દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમી દર્શાવેલ એક ટ્રક ત્યાથી પસાર થતાં પોલિસે રોકવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉભી ન રાખી ટ્રકને ભગાવી હતી બાદમાં પોલિસે ટ્રકનો પીછો કરતા ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા આગળ જતી એક સ્કોર્પિયો ગાડી સાથે અથડાવી ટ્રકમાં સવાર અકરમ શોકત પુસ્તી, શેહજાદ ફઝલ હયાત, રફીકભાઈ ચુનમરી અને મોહસીન શેખ (તમામ રહે.ગોધરા,જિ.પંચમહાલ) નાઓ ટ્રકમાંથી ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યાે હતો જે પૈકી ટ્રકનો ડ્રાઈવર રફીકભાઈ ચુનમરી પોલિસના હાથે ઝડપાઈ ગયો હતો
અને બીજા ત્રણ જણા નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બાદ પોલિસે ટ્રકની તલાસી લેતા તેમાં પાણી કે ઘાસચારા વગરે કતલખાને લઈ જવાતી મુશ્કેરાટ રીતે ૨૨ જેટલી ગાયોને બાંધી રાખી હતી. આ બાદ ઉપરોક્ત ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, મધ્યપ્રદેશ તરફથી આ ગાયોને ભરી લઈ આવતો હતો અને ગોધરાના મોહસીન શેખે મંગાવી હતી. આ બાદ પોલિસે ૨૨ જેટલી ગાયોને દાહોદની ગૌશાળા ખાતે મોકલી આપી ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.