લીમડી મેડ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ : (સોની સમાજના) યુવા વર્ગ દ્વારા આદિ પિતૃ પુરુષ શ્રી અજમીઢજી મહારાજ (બ્રહ્માજી ના વંશજ)ની જન્મ જયંતી નિમિત્તેના મહોત્સવની ઉજવણી
રિપોર્ટર : ગગન સોની

લીમડી મેડ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ : (સોની સમાજના) યુવા વર્ગ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આદિ પિતૃ પુરુષ શ્રી અજમીઢજી મહારાજ (બ્રહ્માજી ના વંશજ) ની જન્મ જયંતી નિમિત્તેના મહોત્સવની ઉજવણી કરી હતી. .
અશ્વિની શુક્લ પક્ષ શરદ પૂર્ણિમાના દિવસે શ્રી લીમડી મેડ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ (સોની સમાજ)દ્વારા તેમના આદિ પિતૃ પુરુષ શ્રીઅજમીઢ જી મહારાજ (બ્રહ્માજી ના વંશજ) ની જન્મ જયંતી નિમિત્તે મહોત્સવ રાખવામાં આવેલ હતો જે મહોત્સવમાં લીમડી ગામના શ્રી મેઢ ક્ષત્રિય સરકાર સુવર્ણકાર સમાજના 56 પરિવારના સદસ્યોએ ઉલ્લાસભેર ભાગ લઇ ઉજવણી કરી હતી આ મહોત્સવમાં આગામી સમય માટે શ્રી લીમડિ મેઢ ક્ષત્રિય સુવર્ણકાર (સોની સમાજ) પ્રમુખ પદે શ્રી હસમુખલાલ મિસરી મરજી સોની નો સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી તેમજ ૧૯ સભ્યોની કારોબારી ની રચના સમાજિક કાર્યો ના આયોજન માટે કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં સમાજની કારોબારી દ્વારા નક્કી કરવામાં આવતા સામાજિક કાર્યો ના આયોજન તેમજ સંચાલન ની વ્યવસ્થા ના ભાગરૂપે નવયુવક મંડળ શ્રી મેઢ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ લીમડી ની રચના પણ કરવામાં આવી હતી જેમાં નવયુવક મંડળ ના પ્રમુખ પદે શિવમ રાજેશ ભાઈ સોની અને ઉપપ્રમુખ તરીકે નિખિલ હરીશ ભાઈ સોની અને યુવા સભ્યો ને નિમણુક કરવામાં આવ્યા હતા. લીમડી મેડ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ
(સોની સમાજના) યુવા વર્ગ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આદિ પિતૃ પુરુષ શ્રી અજમીઢજી મહારાજ (બ્રહ્માજી ના વંશજ) ની જન્મ જયંતી નિમિત્તેના મહોત્સવની ઉજવણી કરી હતી.

