દાહોદ તાલુકાના જાલત ગામે હાઈવે રોડ પર ટ્રક પુલમાં ખાબકી : સદ્‌નસીબેન ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૩

દાહોદ તાલુકાના જાલત ગામેથી પસાર થતો અમદાવાદ - ઈન્દૌર નેશનલ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક એક મોટી ટ્રક રસ્તાની વચ્ચો વચ્ચ આવેલ પુલના ખાચામાં ખાબકી પડતાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સદ્‌નસીબે આ માર્ગ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

આજરોજ વહેલી સવારે જાલત ગામેથી પસાર થતો અમદાવાદ - ઈન્દૌર હાઈવે સ્થિત આવેલ રસ્તાની વચ્ચે પુલના ભાગમાં  એક ટ્રક અકસ્માતે ખાબકી પડી હતી. ટ્રકને અકસ્માત નડતાંની સાથેજ સ્થળપર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પોલીસ પણ આવી પહોંચી હતી. સદ્‌નસીબેન આ માર્ગ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જાનહાની થવા પામી ન હતી અને સદ્‌નસીબેન ડ્રાઈવર અને ક્લીનરનો પણ આબાદ બચાવ થયો હતો. માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: