દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જન જાગૃતિ રેલી કાઢી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૭
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ દાહોદની એમ.જી.વી.સી.એલ.ની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
મધ્યગુજરાત વીજ કંપની લીમીટેડ વિભાગીય કચેરી, દાહોદ દ્વારા આયોજીત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી એમ.જી.વી.સી.એલ. કચેરીથી નીકળી શહેરના વિવિધ માર્ગાે ઉપર ફરી હતી. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ એમ.જી.વી.સી.એલ. દ્વારા અનેક વિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં દાહોદ એમ.જી.વી.સી.એલ. કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં જાેડાયા હતાં સાથેજ જાહેર જનતાને સલામતી વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

