ખજુરીયા ગેંગના ત્રણ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજુર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
બહુચર્ચિત એવા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક હોટલના માલિક અને કહેવાતા ભાજપના અગ્રણીના ઘરમાં ખજુરીયા ગેંગના સાગરીત ધાડપાડ લુંટારૂઓએ રૂા.૩૧,૬૨,૦૦૦ના મત્તાની સનસનાટી ભરી લુંટના બનાવ બાદ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં બાદ તેઓને કોર્ટમાં રજુ કરતાં પાંચ પૈકી ત્રણ આરોપીઆએના દિન ૮ના રિમાન્ડ મંજુર કર્યાંનું જાણવા મળે છે. ખજુરીયા ગેંગના ધાડપાડું લુંટારૂઓ સહિત ઝડપોલ પાંચ લુંટારૂઓ વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ગુજસીટોક મુજબ દાહોદ જિલ્લામાં પ્રથમ વખત ગુનો રજીસ્ટર થવા પામ્યો છે.
દેવગઢ બારીઆના પીપલોદમાં પંચેલા ગામે પીઠા વિસ્તાર ફળિયામાં રહેતાં ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ રણછોડભાઈ ભરવાડ જેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ આગવું સ્થાન ધરાવે છે તેઓના મકાનમાં ગત તા.૨૯.૦૯.૨૦૨૧ના રોજ ખજુરીયા ગેંગના માણસોએ મારક હથિયારો સાથે રાખી લુટના મક્કમ ઈરાદા સાથે ભરતભાઈના ઘરમાં ઘુસ્યાં હતાં અને ભરતભાઈ સહિત તેમના પરિવાજનોને બાનમાં લઈ ઘરમાંથી રોકડા રૂપીયા, સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૩૧,૬૨,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયાં હતાં. આ મામલે ભરતભાઈ રણછોડભાઈ ભરવાડ દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ગેંગના કુલ ૦૬ આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને તેઓની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂા.૬,૨૭,૧૮૨ નો મુદ્દામાલ જપ્ત કર્યાેં હતો. ખજુરીયા ગેંગના ઝડપાયેલ આરોપીઓમાં જવસીંગભાઈ ઉર્ફે મનુભાઈ ઉર્ફે જવો ધારકાભાઈ પલાસ, નિકેશભાઈ ઉર્ફે મુકેશભાઈ જવસીંગભાઈ પલાસ, મરેશભાઈ મસુલભાઈ મીનામા, દિલીપભાઈ રૂપલાભાઈ બારીયા, સુભાષ ઉર્ફે સોબાન ઉર્ફે લમ્બુ નવરીયા ભાભોરને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.
આ સંગઠીત ગુનાઓ આચરતી ટોળકી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સીન્ડીકેટ ના ગુનેગારો સાગરીતોના ગુનાઓ જેમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરી, ખાનગી તેમજ સરકારી મિલ્કતને નુકસાન તથા મદદગારી વિગેરે ગુનાઓ કે જે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ગુજસીટોક એક્ટ ૨૦૧૫ની કલમ ૨ ની પેટા કલમ – ૧ ની પેટા – (સી) માં નિર્દિષ્ટ મુજબ ત્રણ વર્ષથી વધુ સજાપાત્ર ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેમજ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક ઉભુ કર્યું હતું. આ ખજુરીયા ગેંગની ટોળકી વિરૂધ્ધ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ ૩૯૫,૩૯૭,૪૧૨,૧૨૦ (બી) મુજબના ગુનામા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગુજસીટોક એક્ટ ૨૦૧૫ની કલમ ૩ (૧) ની પેટા કલમ ૨ તથા ૩ (૨), ૩ (૪) મુજબ કલમનો ઉમેરો કરવા માટે સદર કાયદાની કલમ ૨૨ (૧) (એ) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર. ન-૩૨/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૯૫,૩૯૭,૪૧૨,૧૨૦(બી) મુજબના કામે ખજુરિયા ગેંગના મુખ્ય આરોપીઓ (૧) જવસિંગ ધારકા પલાસ (૨) નીકેશ ઉર્ફે મુકેશ જવસીંગ પલાશ (૩) નરેશ મસુલ નિનામા (૪) દિલીપ ભાઈ રૂપલા ભાઈ બારીયા (૫) સુભાષ ઉર્ફે શોબાન ઉર્ફે લંબુ નવરિયા ભાભોરનાઓ વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરેલ જે અન્વયે આગળની તપાસ માટે આરોપી જવસિગ,નિકેશ તથા દિલીપનાઓને સ્પેશિયલ પી.પી.મારફતે બરોડા ખાતે સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા તા -૧૫/૧૧/૨૦૨૧ સુધી દિન -૮ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

