દાહોદ જિલ્લાના નાની બાંડીબાર ગામે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ચાર યુવકોનો આતંક : વ્યાજે પૈસા લીધેલ વ્યક્તિના ઘરે જઈ ભારે ધિંગાણું મચાવી માર મરાયો ચારેય વ્યાજખોરોની ધરપકડ : પોલીસ મથકે ગુનો દાખલ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૯

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે ગેરકાયદે રીતે અને રજિસ્ટ્રેશન કર્યા વગર નાણાં ધિરાણ કરતા વ્યાજખોરોના ત્રાસ નો વિડીયો વાયરલ થતા લીમખેડા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઊંચા વ્યાજે પૈસા લીધેલ વ્યક્તિના ઘરે જઈને બેફામ ગાળાગાળી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આ મામલે ચાર જેટલા વ્યાજખોરો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તાર એવા દાહોદ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેમાંય ખાસ કરીને રજિસ્ટ્રેશન કર્યા વગર નાણાં ધિરાણ કરી ઊંચા વ્યાજ દરે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને નાણાં આપી ત્રણથી ચાર ગણા વ્યાજના દરે પઠાણી ઉઘરાણી કરતા તત્ત્વો બેફામ બની રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા હતા અને વ્યાજખોરોના ત્રાસથી કેટલાક યુવાનોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો ગરીબોની સાથે સાથે મધ્યમ વર્ગના લોકો પણ ઊંચા વ્યાજદર તેમ જ ગેરકાયદેસર વ્યાજનું ધિરાણકર્તા વ્યાજખોરોના ચંગુલમાં આવી જતા હોય છે અને વ્યાજખોરો દ્વારા ધમકી આપી તેમજ માર મારી પઠાણી ઉઘરાણી પણ કરતા હોય છે ત્યારે લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નાની બાંડીબાર ગામે કાછલા ફળિયામાં રહેતાં ૨૦ વર્ષીય અજયકુમાર ગણપતભાઈ પટેલે આજથી ૨ વર્ષ અગાઉ શાકભાજીનો ધંધો શરૂં કરવા લારી શરૂં કરવા માટે મોટીબાંડીબાર ગામે રહેતાં દિપકભાઈ ઉદેસીંગભાઈ લબાના પાસેથી ૧૦ ટકાના વ્યાજના દરે રૂા. ૩૦,૦૦૦ રૂપીયા લીધાં હતાં, પુષ્પરાજ રમેશભાઈ લબાના પાસેથી ૧૦ ટકાના વ્યાજના દરે ૨૦,૦૦૦ લીધા હતાં, ભાવેશભાઈ ભરતભાઈ લબાના પાસેથી ૧૦ ટકાના વ્યાજના દરે ૨૫,૦૦૦ અને જયરાજભાઈ હરીશભાઈ મેરાવત પાસેથી પણ ૧૦ ટકાના વ્યાજના દરે રૂા. ૨૦,૦૦૦ હજાર રૂપીયા લીધાં હતાં. દર મહિને ઉપરોક્ત ચારેય જણા અજયકુમાર ગણપતભાઈ પટેલ પાસેથી ૧૦ ટકાના વ્યાજે વ્યાજના પૈસા લઈ જતાં હતાં. ત્રણ મહિના બાદ કોરોનાકાળ શરૂં થતાં લોકડાઉન જાહેર થયું હતું અને આ સમયગાળા દરમ્યાન અજયકુમારને શાકભાજીની લારી બંધ કરી દેવી પડી હતી તેમ છતાં અજયકુમાર દ્વારા લોકડાઉનના સમયગાળા દરમ્યાન પણ અડોશ પડોશ તેમજ સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લઈ ઉપરોક્ત ત્રણેય વ્યાજખોરોને તેમના વ્યાજના પૈસા રાબેતા મુજબ ચુકવી દીધાં હતાં.
આ બાદ અજયકુમાર પાસે પૈસાની વ્યવસ્થા ન થતાં તેઓએ વ્યાજ ભરવાનું બંધ કરી દીધું હતું અને ત્યાર બાદ ઉપરોક્ત ચારેય જણા અજયકુમારના ઘરે અવાર નવાર આવી બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધાકધમકીઓ આપી ધિંગાણું પણ મચાવતાં હતાં ત્યારે ગત તા.૦૩.૧૧.૨૦૨૧ના રોજ સાંજના ૦૪ વાગ્યાના સમયે અજયકુમાર તેમના પિતા ગણપતભાઈ, અજયકુમારની પત્નિ સુમિત્રાબેન વિગેરે પોતાના ઘરે હાજર હતાં તે સમયે દિપકભાઈ, પુષ્પરાજભાઈ, ભાવેશભાઈ અને જયરાજભાઈ ચારેય જણા અજયકુમારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. આ દરમ્યાન અજયકુમારે કહેલ કે, તમોએ વગર લાયસન્સે વ્યાજના રૂપીયા આપેલ છે તેમ છતાં અમોએ પૈસા ચુકવ્યાં છે, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને અજયકુમારને ગડદાપાટ્ટુનો માર માર્યાેં હતો અને મારી નાંખવાની ધાકધમકી આપી હતી.

ઉપરોક્ત ઘટનાનો વિડીયો કોઈકે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ સોશીયલ મિડીયામાં વાઈરલ થઈ જતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન અને સુચનાના આધારે આ સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ થતાં આ વિડીયો લીમખેડાના નાની બાંડીબાર ગામનો હોવાનું સામે આવ્યું હતું અને આ મામલે વ્યાજખોરોના ત્રાસના પિડીત અજયકુમાર ગણપતભાઈ પટેલે ચારેય વ્યાજખોરો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: