તહેવાર ટાણે બુટલેગરો બેફામ બનતાં પોલીસ એક્શન મોડમાં : દેવગઢ બારીઆમાંથી બે જગ્યાએથી પોલીસે કુલ રૂા.૬,૧૭,૫૮૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાેં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ગાડીનો ચાલક પોલીસને જાેઈ પોતાના કબજાની બોલેરો ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ રૂા. ૩,૭૪,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૫,૭૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૮મી નવેમ્બરના રોજ સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે માંડવ ગામે બારીઆ ફળિયામાં નાડાતોડ તરફથી આવતાં રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. આ દરમ્યાન ત્યાંથી એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં બોલેરો ગાડીનો ચાલક રમેશભાઈ મોહનભાઈ બારીઆ (રહે.માંડવ, દેવગઢ બારીઆ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) પોલીસને જાેઈ પોતાના કબજાની બોલેરો ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડી નજીક જઈ ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૨૮૮૦ કિંમત રૂા. ૩,૭૪,૪૦૦ તથા બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૫,૭૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ફરાર ચાલક વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૨,૪૩,૧૮૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ગાડી મળી કુલ રૂા. ૭,૪૫,૧૮૦નો મુદ્દામાલ સાથે ચાલક સહિત બે જણાની પોલીસે અટક કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૭મી નવેમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમી દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૧૯૩૨ કિંમત રૂા. ૨,૪૩,૧૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૪૫,૧૮૦ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર ચાલક દિનેશ માંગીલાલ કાધ (રહે.ધાર, મધ્યપ્રદેશ) અને તેની સાથેનો સુરેન્દ્રસિંહ સજ્જનસિંહ રાજાવત (રહે. ધાર, મધ્યપ્રદેશ) એમ બંન્ને જણાની અટકાયત કરી પીપલોદ પોલીસે બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!