મહિલા પાસેથી રોકડા રૂપીયા ભરેલ ૪૯ હજારની બેગને કાપી ગઠીયો પૈસા લઈ ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એસબીઆઈ બેન્ક ખાતે એક બેન્કના ગ્રાહક પાસેથી કોઈક ચોર ગઠીયાએ રોકડા રૂપીયા ૪૯,૦૦૦ ભરેલ થેલી કાપી રોકડા રૂપીયા લઈ ફરાર થઈ જતાં બેન્ક આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૨૭મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આંબળીયા ગામે વાવડી ફળિયામાં રહેતાં ભારતીબેન નાનસીંગભાઈ મછાર સવારના ૧૧.૩૦ કલાકના આસપાસ લીમખેડા નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કની શાખામાં ગયાં હતાં. બેન્કમાં તેઓ પોતાની સાથે રોકડા રૂપીયા ૪૯,૦૦૦ ભરેલ થેલી લઈ ઉભા હતાં. આ દરમ્યાન કોઈ ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રોકડા રૂપીયા ભરેલ થેલીને કાપી રૂા. ૪૯,૦૦૦ લઈ ફરાર થઈ જતાં આ બાદ આ અંગેની જાણ ભારતીબેન નાનસીંગભાઈ મછારને છતાં બુમાબુમ છવાઈ ગઈ હતી.
સમગ્ર મામલે લગભગ બનાવના ૧૫ થી ૧૭ દિવસ બાદ આ સંબંધે ભારતીબેન નાનસીંગભાઈ મછારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: