વિશ્વના અનેક દેશો યુરોપ, યુએસએમાં કોરોનાની મહામારી : નેધરલેન્ડમાં ૩ સપ્તાહનું આંશિક લોકડાઉન
(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૧૩
જર્મની અને રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જર્મનીમાં ગઈકાલે ૪૮ હજારથી વધારે કેસ નોંધાયા હતા, જ્યારે રશિયામાં ૪૦ હજાર કેસ નોંધાયા હતા.રશિયામાં ૨૩૫ લોકોનાં મોત થયાં હતાં, બે દિવસ પહેલાં પણ ૧૨૩૭ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં બે દિવસ પહેલાં ૧૦૬૨ અને ગઈકાલે ૯૮૭ લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન ૭૫૦, બ્રાઝિલમાં ૬૧૨ અને ભારતમાં ૫૫૫ લોકો મોતને ભેટ્યા હતા. ઓસ્ટ્રિયાના ચાન્સેલર અલેક્ઝેન્ડર શાલેનબર્ગે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રિયા અને સાલ્ઝબર્ગમાં વેક્સિન ન લેનારા લોકો સોમવારથી જરૂરી સામાન ખરીદવા, ડોક્ટરને મળવા કે નોકરીએ જવા માટે જ ઘરની બહાર નીકળી શકશે. સ્પેનમાં ૮૦% લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે. આમ છતા અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્પેનમાં ગઈકાલે ૪૩૫૩ કેસ નોંધાયા હતા અને ૨૬ લોકો મોતને ભેટ્યા હતા.કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોના કારણે ઘણાં દેશોમાં ફરીથી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને યુરોપમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૩ લાખ ૩ હજાર ૬૬૨ અને છેલ્લાં એક સપ્તાહમાં ૨૦ લાખ કુલ કેસ નોંધાયા છે. નેધરલેન્ડ્સની સ્થિતિ ખરાબ થતા જાેઈને શનિવાર સાંજથી અહીં ૩ સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેસ્ટોરાં અને બિન જરૂરી સામાનની દુકાનો વહેલી બંધ કરવામાં આવશે. તે ઉપરાંત મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં દર્શકોની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નેધરલેન્ડમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૨૦૪ કેસ નોંધવામાં આવ્યા છે. અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ ૯૦ હજારથી વધારે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકામાં ૯૦ હજાર ૨૦૮ કેસ અને એના આગળના દિવસે ૯૦ હજાર ૭૫૪ કેસ નોંધાયા છે. અહીં રોજ એક હજારથી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ, યુરોપના દેશોમાં પણ કોરોના વકરી રહ્યા છે. બ્રિટનમાં ગઈકાલે ૪૦ હજાર ૩૭૫ કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રિયામાં વેક્સિન ન લેનારને ઘરોમાં બંધ કરાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે યુરોપમાં એક સપ્તાહમાં ૨૦ લાખ કેસ નોંધાયા છે અને ૨૭ હજાર લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ યુરોપમાં વેક્સિનેશનનો દર વધારે હોવા છતાં અહીં કોરોનાના વધારે કેસ નોંધાઈ રહ્યા છે.