વસવાડી ધામ હરિ મંદિર વાંસીયાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૧૬
વસવાડી ધામ હરિ મંદિર વાંસીયા તા. સંજેલી, જિ, દાહોદનો પ્રાણ પ્રતિષ્ઠા વાર્ષિક ઉજવણી મહોત્સવ ગતરોજ તારીખ ૧૫મી નવેમ્બર ૨૦૨૧ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુરૂજીનું આગમન બપોરે ૩ કલાકે થયું હતું. ગુરૂજીના આર્શિવચન અને દર્શન બપોરના ૦૫ કલાક થયાં હતાં. ભોજન પ્રસાદ સાંજે ૬ થી ૮ કલાક સુધી રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બૈણેશ્વરધામ હરિ મંદિરના પીઠાધિશ્વર ૧૦૦૮ ગોસ્વામી અચ્યુતાનંદજી મહારાજ હસ્તક કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.