ર૦મીએ આવનારી ગુરૂનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન : દાહોદ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા સતત પાંચ દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરાયું
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં અમૃત વેલા ટ્રસ્ટ દ્વારા આગામી ર૦મી તારીખે ગુરૂનાનક જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગત ૧૦ ઓક્ટોબર સંગત ચાલિહા સાહિબનું દરરોજ પરોઢે આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સોમવારથી સતત પ દિવસ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ર૦મી નવેમ્બરે ઉજવવામાં આવનારી ગુરૂનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરની ઝુલેલાલ સોસાયટી સ્થિત મંદિરે અૃમત વેલા ટ્રસ્ટ દ્વારા આયોજીત સંગત ચાલિહા સાહિબમા પરોઢના ૪ વાગ્યે ભેગા થઈને સિંધી સમાજન શ્રધ્ધાળુઓ દ્વારા પાઠ-કિર્તન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સતત પ દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બે દિવસ ગોદીરોડ ઝુલેલાલ સોસાયટી અ ને ત્યારબાદ સિંધી સોસાયટીથી પરોઢના ૪ઃ૩૦ વાગ્યે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. જે દાહોદ શહેરના તમામ સિંધી સમાજના વિસ્તારોમાં ફરશે. આ પ્રભાત ફેરીમાં દાહોદ શહેરના સિંધી સમાજના તમામ શ્રધ્ધાળુઓ જાેડાશે. ૧૦ નવેમ્બરથી ચાલી રહેલા સંગત સાલિહા સાહિબની ગુરૂનાનક જયંતિએ ૧૯મી નવેમ્બરના રોજ પુર્ણાહુતિ કરવામાં આવશે. ગુરૂ નાનક જયંતિની ઉજવણીને લઈને સિંધી સમાજમા ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે.







