મહીસાગર અગરવાડા બ્રિજ પાસે ૫ ફૂટ ઊંડા ગાબડાથી વાહન ચાલકોમાં અકસ્માતની ભીતી
શહેરા તા.૧૬
રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર
મહીસાગર જિલ્લાના વિરણીયા થી દેવ ચોકડી જતા હાઇવે માર્ગ પર અગરવાડા પાસે આવેલ મહીસાગર નદી પરના બ્રિજ પાસે ૫ ફૂટ કરતા વધારે ઊંડું ગાબડું પડી ગયેલું જોવા મળે છે.જે છેલ્લા કેટલાય દિવસોથી જેસે થે ની સ્થિતિ માં છે.આ માર્ગ લુણાવાડા થી અમદાવાદ અને બાયડ જવા મુખ્ય હોવાના કારણે ચોવીસ કલ્લાક વાહનો થી ધમધમતો હોય છે ત્યારે બ્રિજ પરના માર્ગ પર આવેલા આ ગાબડાં ના કારણે વાહન ચાલકો ને મોટો અકસ્માત નોતરી શકે છે ત્યારે સબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ ગાબડું પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વિરણીયા થી દેવ ચોકડી જવાના હાઈવે માર્ગ પર મહીસાગર નદી પરના અગરવાડા બ્રિજ પર અકસ્માતને આમંત્રણ આપતું ગાબડું નજરે પડે છે.

