દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામેથી ખાણ ખનીજની ટીમે ગેરકાયેદ રેતી ભરેલ ત્રણ ટ્રક ઝડપી પાડી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દુધીયા ગામ નજીક લીમખેડા – લીમડી હાઈવે રોડ પરથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રીતે વહન કરતી ત્રણ રેતી ભરેલ ટ્રકોને ઝડપી પાડતાં દાહોદ જિલ્લા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

લાંબા સમય બાદ જાગેલ ખાણ ખનીજ વિભાગની ટીમે આજે દાહોદ જિલ્લાના દુધીયા ગામ નજીક આવેલ લીમખેડા – લીમડી હાઈવે રોડ પર બાજ નજર રાખી ઉભી હતી. આ દરમ્યા ત્યાંથી ત્રણ રેતી ભરેલ ટ્રકો પસાર થતાં ખાણ ખનીજની ટીમ દ્વારા પુછપરછ સહિતનો ધમધમાટ આરંભ કરતાં આ ત્રણેય ટ્રકોમાં ગેરકાયદે રેતી વહન થતું હોવાનું સામે આવ્યું હતું અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આ ત્રણેય રેતી ભરે ટ્રકોને કબજે કરી હતી. બે ટ્રકોને લીમખેડા પોલીસ સ્ટેશનમાં લઇ જવામા આવી છે જ્યારે એક ટ્રકને દાહોદ ખાણ ખનીજ કચેરીએ લઈ જવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદે રીતે ખનન કરતાં રેત માફિયાઓ વર્ષાેથી બેફામ બની રહ્યાં છે પરંતુ ઘોર નિંદ્રામાં નિંદ્રાધીન ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં રેત ખનન કરતાં તત્વો સામે હજુ પણ લાલ આંખ કરી કાર્યવાહી ન કરતાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. માત્ર એકલ દોકલ ટ્રકોને ઝડપી પાડી પોતાના સરકારી ચોંપડે નોંધણી કરતાં હોવાની પણ છડેચોક ચર્ચાઓ જાેર પકડ્યું છે. ખાસ કરીને દેવગઢ બારીઆ તાલુકામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીનું વહન થતું હોય છે તેનાથી સૌ કોઈ વાકેફજ છે ત્યારે દેવગઢ બારીઆના નદી પટ પરથી ગેરકાયદે અને બેરોકટોક સ્થાનીક વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગની નજરો રહેમ હેઠળ રેત માફિયાઓ દિવસ રાત ગેરકાયદે રેતી વહન કરતાં હોય છે. આવા રેતી માફિયાઓ સામે સરકારી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? તે ચર્ચાનો વિષય રહેવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!