દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામેથી એસ.ઓ.જી. પોલીસે એક યુવકને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાેં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામેથી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી વગર પાસ પરમીટ અને બિનઅધિકૃત દેશી બનાવટનો તમંચો અને એક જીવતો કાર્ટીસ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૮,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.

ગત તા.૧૬મી નવેમ્બરના રોજ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના ઉંડાર ગામે સરપંચ ફળિયામાં રહેતો સુરેશભાઈ ચીમનભાઈ મોહનીયાના ઘરમાં ઓચિંતો છાપો માર્યાેં હતો અને ચીમનભાઈ અટકાયત કરી તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી વગર પાસ પરમીટે બિનઅધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા અથળા તબદીલ કરવા એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ.૫,૦૦૦ તથા એક બાર બોરનો જીવતો કાર્ટીસ કિંમત રૂ.૧૦૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૮,૧૦૦ના મુદ્દામાલ સાથે સુરેશભાઈને ઝડપી પાડી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: