આવતીકાલે તારીખ 19 મી નવેમ્બરના રોજ ગુરૂનાનક જયંતિ મહોત્સવ મનાવવામાં આવશે
દાહોદ તા.૧૮
સર્વધર્મ પ્રેમી સંગતને જણાવવાનુ કે તારીખ ૧૯.૧૧.ર૦ર૧ શુક્રવારના રોજ પપર મો પ્રકાશ પર્વ, ગુરૂનાનક જયંતિ છે તો દર વર્ષની જેમ સવારે ૪ઃ૦૦ વાગે પ્રભાતફેરી જે સિંધી સોસાયટીથી શરૂ થઈ પઃ૦૦ વાગે શ્રી ગુરુ દરબાર સાહેબ પર પહોંચશે. તે પછી સવારે ૯ઃ૦૦ વાગે ભોગ સાહેબ, બપોરે ૧રઃ૦૦ વાગે ગુરુ સાહેબનો ભંડારો(પ્રસાદી) અને રાત્રે ૯ઃ૦૦ વાગે ઉદેપુરના દિપક ભગતનો સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે.બધા શ્રધ્ધાળુઓને આ કાર્યક્રમનો લાભ લેવા નમ્ર વિનંતી. સ્થળ ઃ ગુરુનાનક દરબાર સાહેબ, રાધાકૃષ્ણ સોસાયટી, ગોદી રોડ, દાહોદ.
દાહોદ શીખ સમાજ દ્વારા પણ ઠક્કર ફળિયા સ્થિત ગુરુદ્વારા ખાતે સવારે ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન પાઠ સાહેબ નો કાર્યક્રમ અને બપોરે લંગર લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.