ઉમરીયા ગામે એક સગીરાને પÂત્ન તરીકે રાખવા સારૂ એક યુવકે તેના પરિવારજનોની સાથે

દાહોદ તા.૦૩

ધાનપુર તાલુકાના ઉમરીયા ગામે એક સગીરાને પÂત્ન તરીકે રાખવા સારૂ એક યુવકે તેના પરિવારજનોની સાથે સગીરાના ઘરે આવી સગીરાની માતા તથા સગીરાને માર મારી ખેંચતાણ કરી સગીરાનું બળજબરી પુર્વક પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

રંગેશભાઈ હીમલાભાઈ તાહેડે પોતાના પિતા હીમલાભાઈ સુરતાનભાઈ તાહેડ, કાકા દીપાભાઈ સુરતાનભાઈ તાહેડ અને સંબંધી પુનીયાભાઈ મડીયાભાઈ તાહેડની મદદ લઈ ધાનપુર તાલુકામાં રહેતી એક સગીરાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સગીરાની ખેંચતાણ કરતો હતો તે સમયે સગીરાની માતા વચ્ચે છોડવવા પડતા સગીરાની માતા અને સગીરાને ગડદાપાટ્ટુનો માર મારી શરીકે ઈજાઓ પહોંચાડી હતી આ બાદ સગીરાને પÂત્ન તરીકે રાખવા સારૂ તેણીની ખેંચતાણ કરી બળજબરી પુર્વક અપહરણ કરી લઈ ગયા હતા. આ બાદ સગીરાની માતા તથા તેના પરિવારજનો દ્વારા ઉપરોક્ત યુવકના ઘરે જઈ સગીરાને સોંપી દેવા માંગણી કરતા રંગેશના પરિવારજનોએ સગીરાની માતા તથા તેના પરિવારજનોને ધાકધમકી આપી, તમારી છોકરીને અમે રંગેશની પÂત્ન બનાવવા લાવેલ છીએ, તમોને સોંપવાના નથી તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સંબંધે સગીરાની માતાએ ધાનપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: