લીમખેડા તાલુકાના પાણીયા ગામે ગાડીમાં અચાનક આગ લાગતાં ગાડી વળીને ખાખ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે એક ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં સંપુર્ણ કાર બળીને રાખ થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો ઉમટી પડ્યાં હતાં અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ગતરોજ મોડી રાત્રીના સમયે લીમખેડા તાલુકાના પાણીયા ગામ વચ્ચે એક ઘરના આગળ પાર્ક કરેલ એક ગાડીમાં જાેતજાેતામાં અગમ્યકારણોસર આગ લાગી જતાં સંપુર્ણ ગાડી આગની અગનજ્વાળાઓની લપેટોમાં આવી ગઈ હતી અને આખી ગાડી બળીને રાખ થઈ ગઈ હતી. આગના ગોટેગોટા વિસ્તારમાં ફેલાતાં લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આગ કયાં કારણોસર લાગી તેનું સાચુ કારણ હાલ જાણી શકાયું નથી. આ આગમાં સદ્નસીબે કોઈ જાનહાની ન થતાં લોકો હાશકારો લીધો હતો.

