દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગાંધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમનો સપાટો : વરલી મટકાના જુગાર ધામ પર રેડ : રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૫૫,૬૪૦નો મુદ્દામાલ કબજે : ૧૬ જુગારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના હદ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળતાં ટીમે અચાનક જુગારધામ ઉપર છાપો મારતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયાં હતાં અને પોલીસે મહિલા સહિત ૧૬ જણાની અટકાયત કરી રોકડા રૂપીયા ૪૦,૮૯૦ તથા મોબાઈલ ફોન, ખુરશી, ટેબલ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૫૫,૬૪૦નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગત તા.૧૭મી નવેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગર હદ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકા, આંક ફરકનો જુગાર રમતા અને રમાડતાં રમણભાઈ હિરાભાઈ માળી, વાઈઝખાન અસલમખાન પઠાણ, ગીતાબેન શાંતિલાલ ચૌહાણ, સુખલીબેન ભુંડાભાઈ ભાભોર, ખુમાનભાઈ મનીયાભાઈ ભુરીયા, મુકેશભાઈ ગલાભાઈ ભાભોર, સકરામભાઈ ઉર્ફે અભેસિંગ વણજારા, કલસીંગભાઈ મંગળાભાઈ કટારા, અરવિંદભાઈ લાલચંદભાઈ પરમાર અને વોન્ટેડ આરોપીઓમાં સામેલ એવા રાજુભાઈ ગાગાભાઈ ગારી, પોપટલાલ ચાંદમલ જૈન, માંગીલાલ બેરાભાઈ માળી, નવીનભાઈ પુનાભાઈ મોરી, પ્રેમચંદભાઈ મુળાભાઈ કપાસીયા, અરવિંદભાઈ કટારા અને અતુલભાઈ વિગેરેનાઓને પોલીસે ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂપીયા ૪૦,૮૯૦ તથા મોબાઈલ ફોન નંગ. ૭ કિંમત રૂા. ૧૪,૦૦૦ ટેબલ, ખુરશી, જુગારના સાધનો મળી કુલ રૂા. ૫૫,૬૪૦નો મુદ્દામાલ ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સની ટીમે કબજે કરી આ સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.