દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગૌચર જમીન સંબંધી ગામમાં રહેતાં બે પરિવારો વચ્ચે ધિંગાણું મચ્યું : ચારથી વધને ઈજા : સામસામે પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગૌચર જમીન સંબંધે બે પરિવારો વચ્ચે ઝઘડો તકરાર તથાં છુટા પથ્થરો વડે તેમજ છુટાહાથની મારમારી થતાં ૬ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી છે. બંન્ને પક્ષો દ્વારા સામસામે મારા મારી અને ધિંગાણાને પગલે પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે રવજી ફળિયામાં રહેતાં કનુભાઈ કાનજીભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૮મી નવેમ્બરના રોજ પોતાના ગામમાં રહેતાં રાજુભાઈ હુકરાભાઈ, મિનેશભાઈ ધીરાભાઈ, કમલેશભાઈ રાજુભાઈ, જવસીંગભાઈ હકજીભાઈ તથા તેમની સાથે અન્ય ૧૦ થી વધું ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી કનુભાઈના કુંટુંબી ભાઈ બાબુભાઈ ખેતાભાઈ પાસે આવ્યાં હતાં અને તેમને લાપટો, ઝાપટો મારી કનુભાઈના પિતા કમજીભાઈ નરસિંહભાઈને ગડદાપાટ્ટુનો માર મારી ગૌચર જમીન સંબંધી મામલે લીમડી ગામે ગાંધીચોક ખાતે ધિંગાણું મચાવ્યું હતું. આ ઝઘડો જાેઈ વચ્ચે છોડવવા પડેલ પંકજભાઈ દિતાભાઈ વિગેરેને પણ ખેંચતાણ કરી લાપટો ઝાપટો મારી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતાં ચકચાર મચી જવા પામી છે.
જ્યારે સામાપક્ષેથી કાળીમહુડી ગામે રવજી ફળિયામાં રહેતાં મહેશભાઈ વાઘજીભાઈ નિનામાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૮મી નવેમ્બરના રોજ લીમડી નગરમાં ગાંધીચોક ખાતે પોતાના ગામમાં રહેતાં બાબુભાઈ ખેતાભાઈ, ખેતાભાઈ નરસીંગભાઈ, શનુભાઈ દિતાભાઈ તથા તેમની સાથે બીજા ૧૦થી વધુ ઈસમોએ પોતાની સાથે હાથમાં છુટા પથ્થરો સાથે મહેશભાઈ તથા તેમની સાથેના માણસો તરફ ઘસી આવ્યાં હતાં અને ગૌચર જમીન સંબંધે છુટ્ટા પથ્થરો તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મહેશભાઈ તથા સુરેશભાઈ ફતીયાભાઈને ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
ઉપરોક્ત બંન્ને બનાવ સંદર્ભે લીમડી પોલીસ મથકે બંન્ને વ્યક્તિઓએ સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.