દાહોદ તાલુકાના રાણાપુર ગામેથી પોલીસે રૂા. ૫૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કરી : ચાલક ફરાર

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે એક રહેણાંક મકાનમાં ઓચિંતી આગ લાગતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આગની અગન જ્વાળાઓની લપેટમાં આખું મકાન આવી જતાં સંપુર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. સદ્‌નસીબે આગમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ભથવાડા ગામે પટેલ ફળિયામાં રહેતાં કાળુભાઈ વીરસીંગભાઈના મકાનમાં ગતરોજ મોડી રાત્રીના સમયે અચાનક આકસ્મીક આગ લાગી ગઈ હતી. આગ અંગેની જાણ સ્થાનીક રહેવાસીઓમાં થતાં લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યાં હતાં જેના હાથમાં જે કંઈ વાસણ આવ્યું તેમાં પાણી ભરી ભરીને આગ ઉપર નાંખવા નાંખવા લાગ્યાં હતાં અને આગને કાબુમાં લાવવાની કોશિષ કરી રહ્યાં હતાં પરંતુ આગે એટલું વિકરાણ રૂપ ધારણ કરી લીધું હતું કે, આગની અગનજ્વાળાઓમાં સંપુર્ણ મકાન જાેતજાેતમાં બળીને ખાખ થઈ ગયું હતું. આગ અંગેની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતાં ફાયર ફાઈટકના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં જ્યાં પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગમાં સંપુર્ણ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાંની સાથે ઘરના માણસો મકાનમાંથી બહાર નીકળી જતાં સદ્‌નસીબેન કોઈ જાનહાની થવા પામી ન હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: