શિવગંગા ગ્રામ વિકાસ પરિષદના ૩૫૦ મોટરસાઈકલ સાથે ૭૦૦ કાર્યકર્તાઓની યાત્રા દાહોદ પહોંચતાં ઠેર ઠેર સ્વાગત કરાયું
દાહોદ તા.૨૦
શિવગંગા ગ્રામ વિકાસ પરિષદની યાત્રા આજે ઝાબુઆથી નીકળી માનગઢ દર્શન કરવા નીકળી હતી. આ યાત્રામાં ૩૫૦ મોટરસાઈકલ પર સવાર લગભગ ૭૦૦ કાર્યકર્તાઓ સામેલ હતાં. આ યાત્રા દાહોદ ખાતે પ્રસ્થાન થતાં લોકોએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને દાહોદ થઈ આ યાત્રા લીમડી, ઝાલોદ, કંબોઈર, સુખસર, ફતેપુરા થઈ માનગઢ પહોંચશે.
શિવગંગા સમગ્ર ગ્રામ વિકાસ પરિષદ છેલ્લા ૧પ વર્ષથી ઝાબુઆ તથા અલીરાજપુર જિલ્લાના ૧૩ર૦ ગામોમાં કાર્યરત છે. શિવગંગાએ જનજાતિ સમાજના લોકોને સમજાવવાનું નહી પણ સમજવાનો પ્રયાસ કર્યાેં છે તેમની નબળાઈઓ શોધવાને બદલે તેમની વિશેષતાઓને આધાર બનાવીને કામ કરે છે. શિવગંગાનો વિચાર છે કે, પરમાર્થની પ્રેરણાથી સ્વાભિમાન જાગે છે અને સ્વાભિમાનથી જ સમાજ સ્વાવલંબી બને છે અને સ્વાવલંબનથી જ અક્ષય વિકાસ સંભવ છે. શિવગંગા ગામની સમૃધ્ધિ માટે જળ, જંગલ, જમીન, જાનવર, જન અને નવ વિક્ષાનના સંવર્ધનને લઈને પ્રયાસ કરી રહી છે. આ બધા વિષયો પર જનજાગૃતિ માટે શિવગંગા અલગ અલગ સ્તર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ જ ક્રમમા આ વખતે શિવગંગા ૧પ નવેમ્બરથી ર૧ નવેમ્બર સુધી જનજાતિ ગોૈરવ સપ્તાહ મનાવી હતી જેમાં શિવગંગા દ્વારા ૧પ નવેમ્બરે ઝાબુઆથી માનગઢ ધામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં આજે ૩પ૦ મોટર સાયકલો સાથે લગભગ ૭૦૦ કાર્યકર્તા સામેલ હતાં.
શિવગંગાનું કહેવુ છે કે, સમાજને એમના ગોૈરવશાળી ઈતિહાસ અને શ્રેષ્ઠ પરંપરાઓ પ્રત્યે ગોૈરવ અને સ્વાભિમાન ઓછુ થઈ જાય છે એ સમાજની ઓળખ ખોવાઈ જાય છે. સમાજના લોગો એમના પુર્વજાેની પરંપરાઓ, એમના મહાપુરૂષોથી પ્રેરણા નથી લઈ શકતા. પરિણામ સ્વરૂપે સામાજિક ઉન્નતિ માટે આવવાવાળી ચુનોૈતીયોના સમાધાન માટે પોતાને કમજાેર માને છે. એટલા માટે જ કોઈપણ જાતિ સમાજ ના સર્વાગીકરણ ઉન્નતિ માટે સ્વાભિમાન જાગરણ ખુબ જ મહત્વપુર્ણ છે, આ ધ્યાનમાં રાખીને શિવગંગાએ આ યાત્રાનું આયોજન કર્યું છે.
આ યાત્રા ઝાબુઆ થી શરૂ થઈને દાહોદ, લીમડી, ઝાલોદ, સુખસર અને ફતેપુરાના માર્ગે માનગઢ પહોંચશે. આ બધા સ્થળો પર વિવિધ સમાજ, સંગઠનો તથા સ્થાનીય લોકો દ્વારા યાત્રાના સ્વાગતના કાર્યક્રમોનું આયોજન પણ છે. દાહોદ શહેરમા આ યાત્રા આજરોજ ર૦ નવેમ્બર શનિવારના રોજ બપોરે ર.૧પ કલાકે પ્રવેશ કરી હતી. દાહોદ શહેરના સરદાર પટેલ ચોક(પડાવ), નગરપાલિકા અને વિવેકાનંદ ચોક પર યાત્રાનું સ્વાગત થયું હતું તથા ભગિની સમાજ પર સ્થિત ભગવાન બિરસામુંડાની પ્રતિમા પર માલ્યાર્પણ પદ્મશ્રી મહેશજી શર્મા તથા અન્ય સામાજીક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આગળના માર્ગો જેવા કે, લીમડી, ઝાલોદ, સુખસર અને ફતેપુરામાં પણ ક્રમશઃ સ્વાગતના કાર્યક્રમ થયાં હતાં. સાંજે પ.૩૦ કલાકે યાત્રા માનગઢધામ પહોંચી હતી. માનગઢમાં સાજે ૭.૦૦ વાગે ધર્મસભા થઈ હતી જેમાં ગોવિંદગુરૂના સમાજમા સ્વાભિમાન જાગરણના કામો અને વિચારો વિશે ઉદબોધન થયું હતું. એક દિવસનો રાત્રિ વિશ્રામ માનગઢધામ પર થયો હતો બીજા દિવસે ર૧ નવેમ્બરે સવારે ૮.૦૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી માનગઢ દર્શન કરીને ૧૧.૩૦ વાગે યાત્રા ગોવિંદ ગુરૂના સમાધિ સ્થળ કંબોઈ ગામ માટે રવાના થશે અને ત્યાંથી પછી બપોરે ૧.૩૦ વાગે ઝાબુઆ માટે રવાના થશે.